વ્હાલી દીકરી યોજના 2023 | Vahali Dikri Yojana in Gujarat

વ્હાલી દીકરી યોજના 2023: ગુજરાત સરકારી દ્વારા “વ્હાલી દીકરી યોજના” શરૂ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત જે પરિવારમાં દીકરીનો જન્મ થાય તેમને ગુજરાત સરકાર દ્વારા આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. તો ચાલો જોઇએ આ યોજનામાં વિસ્તૃત માહિતી… આવી જ ઉપયોગી માહિતી માટે અમારી વેબસાઇટ www.mybharti.in ની મુલાકાત લેતા રહો.

Vahali Dikri Yojana in Gujarat
વ્હાલી દીકરી યોજના 2023 | Vahali Dikri Yojana in Gujarat

વ્હાલી દીકરી યોજના 2023

યોજનાનું નામવ્હાલી દીકરી યોજના 2023 (Vahali Dikri Yojana in Gujarat)
મળવાપાત્ર રકમ1,10,000/- (અંકે એક લાખ દસ હજાર રૂપિયા)
અરજી કરવાનો સમયગાળોદીકરીનો જન્મ થાય તે પછીના એક વર્ષમાં
સત્તાવાર વેબસાઇટwcd.gujarat.gov.in
યોજનાનો હેતુગુજરાતમાં દિકરીઓને શિક્ષણનું પ્રોત્સાહન આપવાનું છે

વ્હાલી દીકરી યોજના અને તેનો હેતુ શું છે? | What is Vahali Dikri Yojana?

આ યોજના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા કાર્યરત છે. આ યોજના સમાજમાં દીકરીના જન્મને પ્રોત્સહન આપવા માટે બહાર પાડવામાં આવેલ છે, અને આ યોજના અંતર્ગત લાભાર્થી દીકરીઓને 1,10,000/- (એક લાખ દસ હજાર રૂપિયા) નો લાભ મળે છે.

વ્હાલી દીકરી યોજનામાં શું લાભ મળશે? | What are the benefits of Vahali Dikri Yojana?

આ યોજના અંતર્ગત દીકરીઓને ત્રણ વાર સહાય મળશે જે નીચે મુજબ છે;

  • દીકરી જ્યારે ધોરણ-૧માં પ્રવેશ કરે ત્યારે રૂપિયા ૪૦૦૦/- ની સહાય
  • દીકરી જ્યારે ધોરણ-૯માં આવે ત્યારે રૂપિયા ૬૦૦૦/- ની સહાય
  • અને દીકરી જ્યારે ૧૮ વર્ષની વય વટાવે ત્યારે તેને રૂપિયા ૧,૦૦,૦૦૦/- ની સહાય મળશે.

વ્હાલી દિકરી યોજનાની પાત્રતા માપદંડ | Eligibility Criteria of Vahali Dikri Yojana

વ્હાલી દીકરી યોજનાનો લાભ લેવા માટે ગુજરાત સરકાર દ્વારા જરૂરી લાયકાત અને માપદંડ નક્કી કરેલા છે, જે નીચે મુજબ છે;

  • અરજદાર ગુજરાત રાજ્યનો હોવો જોઈએ.
  • અરજદારની વાર્ષિક આવક રૂપીયા ૨ લાખથી વધુ ન હોવી જોઈએ.
  • પ્રથમ ત્રણ બાળકો પૈકીની દીકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે.
  • વધુ વિગત માટે સત્તાવાર જાહેરાત જુઓ.

વ્હાલી દીકરી યોજનાનો લાભ ક્યાંથી મળશે?

મહિલા અને બાળ વિકાસ કમિશનરશ્રીની કચેરી, બ્લોક નં. ૨૦, ડૉ .જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર તેમજ જે તે જીલ્લા અને તાલુકા ખાતે મહિલા અને બાળ વિકાસ કચેરીનો સંપર્ક કરવો.

વ્હાલી દીકરી યોજના માટે જરૂરી દસ્તાવેજ | Requirement Document of Vahali Dikri Yojana

વ્હાલી દીકરી યોજનાનું ફોર્મ ભરવા માટે જે ડોકયુમેંટ જોઈશે તેની લિસ્ટ નીચે મુજબની છે. વધુ વિગતો માટે તમે સત્તાવાર જાહેરાત વાંચી શકો છે.

  • દીકરીનો જન્મતારીખનું પ્રમાણપત્ર
  • દીકરીના માતા-પિતાનું આધારકાર્ડ
  • આવકનો દાખલો (૨ લાખથી આવક ઓછી હોવી જોઈએ)
  • રહેઠાણનો પુરાવો (વેરાબિલ અથવા લાઇટબિલ)
  • દીકરીના માતા-પિતાના જન્મનો પુરાવો (જન્મતારીખનો દાખલો કે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર)
  • દંપતીના જન્મેલા અને હયાત બાળકોના જન્મના દાખલા
  • વ્હાલી દીકરી યોજનાના સંદર્ભમાં સોગંધનામું

વ્હાલી દીકરી યોજનાનું ફોર્મ ક્યાંથી મળશે?

આ યોજનાનું ફોર્મ મેળવવા માટે જીલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી ની કચેરી, ગ્રામપંચાયત, યુસીડી સેન્ટર અથવા સ્થાનિક આંગણવાડીનો સંપર્ક કરવો, ત્યાંથી તમને આ યોજનાનું ફોર્મ મળી જશે.

મહત્વની કડીઓ | Important Links of Vahali Dikri Yojana

અરજી ફોર્મ ડાઉનલોડ કરોઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટઅહીં ક્લિક કરો

Related Keyword

વ્હાલી દીકરી યોજના ફોર્મ PDF, વ્હાલી દીકરી યોજના સોગંદનામું, વ્હાલી દીકરી યોજના 2022, વ્હાલી દીકરી યોજના ની શરૂઆત, વ્હાલી દીકરી યોજના પરિપત્ર, લાડકી દીકરી યોજના

નોંધ : આ આર્ટીકલ તમને ઉપયોગી માહિતી મળી રહે તે માટે પ્રકાશિત કરવામાં આવી છે. વધુ માહિતી માટે તમે ઓફિસિયલ વેબસાઇટ અને જાહેરાત જોઈ શકો છો.

આશા છે કે તમને આ માહિતી ગમી હશે અને તમને ઉપયોગી થશે, જો તમને આ માહિતી પસંદ આવી હોય તો તમે તમારા મિત્રો, સગા-સંબંધીઓ સાથે શેર કરશો. આવી અન્ય માહિતી માટે આપણી વેબસાઇટ www.mybharti.in ની મુલાકાત લેતા રહો.

FAQ – વારંવાર પૂછાતા પ્રશ્નો

વ્હાલી દીકરી યોજના શું છે?

આ ગુજરાત સરકાર દ્વારા દીકરીઓ માટે બહાર પાડવામાં આવેલી એક યોજના છે જેમાં દીકરીઓને ૧,૧૦,૦૦૦ રૂપિયાની સહાય મળે છે.

વ્હાલી દીકરી યોજના અંતર્ગત કેટલી સહાય મળે છે?

આ યોજના અંતર્ગત રૂપિયા ૧,૧૦,૦૦૦ ની સહાય મળે છે.

વ્હાલી દીકરી યોજનાની અરજી કેવી રીતે કરી શકાય?

આ ફોર્મની અરજી ઓફલાઇન કરવાની હોય છે જેમાં બધા જરૂરી ડોક્યુમેંટ્સ જમા કરવાના હોય છે. વધુ વિગત માટે આપણી વેબસાઇટ www.mybharti.in ની મુલાકાત લો.

વ્હાલી દીકરી યોજનામાં લાભ લેવા માટે વાર્ષિક આવક કેટલી હોવી જોઈએ?

બે લાખ રૂપિયા કે તેનાથી ઓછી

વ્હાલી દિકરી યોજના માટે વય મર્યાદા કેટલી છે?

દીકરીનો જન્મ થાય તે પછીના એક વર્ષમાં

Leave a Comment

My Bharti Logo

MyBharti :: My Bharti is Gujarat Best Educational WebSite. OJAS Jobs, GPSC, GSSSB, GPSSB, GSEB, SEB, TET, TAT Exam Result, Question Paper…

Categories

OJAS

GPSSB

GPSC

UPSC

error: Content is protected !!